Recent News/Event
શ્રી સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિ - રાજકોટ સને ર૦૧૧-ર૦૧૨ ના કામકાજ અંગેના અહેવાલ અને સને૨૦૧૨-૨૦૧૩ ના લક્ષ્યાંક અંગેની વિગત સમિતિના ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્‍પાદન-વેચાણ કેન્‍દ્રોના સને ૨૦૧૧-૨૦૧૨ના વર્ષ દરમિયાનના કામકાજની આંકડાકીય વિતો આ અંગેના અહેવાલ પત્રકમાં આપવામાં આવી છે. આ પત્રકોમાં ખાદી, સુતર અને વિવિધ ગ્રામોદ્યોગ વેચાણ કેન્‍દ્રોની આંકડાકીય વિગત જોતા પહેલાનાં વર્ષ કરતા વિતેલા વર્ષમાં કયું કામ વઘ્‍યું છે તે અંગેના તુલનાત્‍મક અભ્‍યાસ થઇ શકશે અને તે રીતે આપણાં કામકાજનું ચિત્ર મળી રહેશે. આ ઉપરાંત ૨૦૧૨-૨૦૧૩ના વર્ષમાં ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્‍પાદન અને વેચાણ અંગેના લક્ષ્યાંકોની પણ આંકડાકીય વિગતો આપવામાં આવી છે. ૧. ખાદી અને સુતર ઉત્‍પાદન - વેચાણ સમિતિનું સુતી ખાદીનું (આસન-શેત્રંજી સહિતનું) સને ૨૦૧૦-૨૦૧૧માં રૂા.૨,૭૬,૯૧,૩૫૪/-નું ઉતપાદન હતું. તે વિતેલા વર્ષમાં એટલે કે સને ૨૦૧૧-૨૦૧૨માં અંદાજે રૂા.૩,૩૦,૬૪,૦૧૧/- થયું છે. અંદાજે રૂા.૫૩,૭૨,૬૫૭/- નું અઘ્‍યું છે. જે-તે કેન્‍દ્રોની વિગત ઉપરથી જોઇ શકાશે કે મીટરેજ ખાદીમાં રૂા.૧,૮૬,૬૬૧/- જેટલું ઉત્‍પાદન આગલા વર્ષ કરતા ઓછું થયું છે. જ્‍યારે આસન-શેત્રંજીમાં રૂા.૫૫લ૫૯લ૩૧૮/- જેવું ઉત્‍પાદન વઘ્‍યું છે. અંબર સુતર ઉત્‍પાદનમાં આગલા વર્ષની સરખામણીએ રૂા.૪૨,૧૪,૭૬૧/-નો વધારો થયો છે. ખાદી અને સુતર ઉત્‍પાદનમાં ગયા વર્ષના પ્રમાણમાં રૂા.૯૫,૮૭,૪૧૮/- જેવો વધારો થયો છે. સ્‍ટોકને નિયંત્રિત કરવા ઉત્‍પાદનના કામમાં પરિવર્તન લાવી મુખ્‍યત્‍વે કાઉન્‍ટર ઉપર વેચાણ થાય તેવો જ માલ બનાવીએ તો જ રોકડમાં આપણે ત્‍યાં જ રૂપાંતર થાય તે દ્રષ્ટિએ આપણે ઉત્‍પાદનમાં ફેરફાર કરીને કાઉન્‍ટર પર કોડમાં વેચાણ થાય તેવા માલનું ઉત્‍પાદન કરીને ઉત્‍પાદનમાં વધારો કરેલ છે. ખાદીનું છૂટક વેચાણ ગયા વર્ષે એટલે કે સને ૨૦૧૦-૨૦૧૧ના વર્ષમાં રૂા.૪,૬૪,૦૩,૬૫૪/- નું છૂટક વેચાણ હતું. જે ૨૦૧૧-૨૦૧૨ માં રૂા.૫,૧૬,૨૪,૭૮૦/- નું થયું છે. આમ લગભગ અંદાજે રૂા.૫૨,૨૧,૧૨૬/-નો છૂટક વેચાણાં વધારો નોંધાયો છે. જ્‍યારે જથ્‍થાબંધ ખાદીનું વેચાણ ૨૦૧૧-૨૦૧૨ના વર્ષમાં રૂા.૧૨,૬૭,૩૯,૭૯૧/-નું થયું છે. આમ ગયા વર્ષની તુલનામાં રૂા.૨૦૧.૬૦ લાખ જેવો વેચાણમાં વધારો થયો છે. આમ છૂટક વેચાણ વઘ્‍યું છે. ઉત્‍પાદન વઘ્‍યું છે એ રીતે બીન જરૂરી સ્‍ટોક અને રોકાણ ન વધે તેની કાજળજી લીધી છે. ખાદીના છૂટક વેચાણ ઉપર ગયા વર્ષે ખાદી કમિશનની નવી એમ.ડી.એ. નીતિ અમલમાં આવેલ છે. ગુજરાત સરકારે તમામ સુતી-ઉની ખાદી ઉપર વળતર અપાતું તે છેલ્લા પાંચ-છ વર્ષથી ફક્‍ત ગુજરાતમાં ઉતપાદિત ખાદી પર આપ્‍યું છે. તેથી ફક્‍ત ગુજરાતની ખાદી પર જ રાજ્‍ય સરકારનું વળતર અપાયું છે. ગુજરાતની બધી જ સંસ્‍થાઓએ સાથે મળીને નક્કી કરેલું તે મુજબ ૨૦૧૧-૨૦૧૨ ના વર્ષમાં એપ્રિલ-૨૦૧૧ થી સપ્‍ટેમ્‍બર-૨૦૧૧ દરમ્‍યાન ૧૦% અને ઓક્‍ટોબર-૨૦૧૧ થી માર્ચ-૨૦૧૨ સુધી પુરો સમય એમ.ડી.એ.નું ૧૫% વળતર છૂટક ખાદી વેચાણ ઉપર અપાયું છે. તેમ જ ચાલુ વર્ષે રાષ્ટ્રીય કક્ષાના અને રાજ્‍ય કક્ષાના પ્રદર્શનો અને બીજા અન્‍ય પ્રદર્શનોમાં વેચાણ કેન્‍દ્રોએ ભાગ લીધો તેમજ આપણાં સ્‍ફૂર્તિ ઉત્‍પાદનના ડિઝાઇન કરેલા રેડીમેઇડ ગાર્મેન્‍ટ બલ્‍ક પ્રમાણમાં બનાવવાનું શરૂ કરી વેચાણમાં મુકવાનું આયોજન કરતા તેના કારણે ખાદીના છૂટક વેચાણમાં રૂા.૫૨,૨૧,૨૧૬/- જેવો વધારો થયો છે. ૨. ગ્રામોદ્યોગ ઉત્‍પાદન અને વેચાણ વિવિધ ગ્રામોદ્યોગના ઉત્‍પાદન અને વેચાણની વિગત પુસ્‍તિકાના અહેવાલ-૧૦ ઉપર આંપેલી છે. આ વિગત ઉપરથી જોઇ શકાશે કે ગ્રામોદ્યોગના એકંદરે ઉત્‍પાદન વેચાણ આગલા વર્ષની તુલનાએ જળવાઇ રહ્યું છે કે થોડું-ઘણું વઘ્‍યું છે. જો કે સાબુ ઉત્‍પાદનમાં રૂા.૫૨.૦૦ લાખનો વધારો થયો છે. તેમજ સાબુના વેચાણમા, રૂા.૮૦.૦૦ લાખનો વધારો થયો છે. જ્‍યારે સરંજામ ફર્નિચરનું કામ જળવાઇ રહ્યું છે. ૩. આંકડાકીય વિગતની સાથેની બુકલેટ અહેવાલ-૨ ઉપર સ્‍વરોજીના કામ કરનારાઓની સંખ્‍યા દર્શાવી છે. આગલા વર્ષોમાં બે-પાંચ વખત જે વ્‍યવહાર કર્યો હોય અને કેટલાક કતિન-વણકર કે બીજા કામ કરનારા બંધ હોય તો પણ તેમના ખાતાની દ્રષ્ટિએ સંખ્‍યા દર્શાવતી રહેતી હોય છે તે પણ દર્શાવી છે. તેમજ છેલ્લા એક વર્ષથી જેમનો વ્‍યવહાર આખા વર્ષમાં સંપૂર્ણ બંધ રહ્યો હોય અને તેમણે હિસાબો ચોખ્‍ખા કરી લીધા હોય તે સંખ્‍યા ગણત્રીમાં લેવાની રાખતા નથી. હવે આ વર્ષે જે આંકડા છે તે વર્ષ દરમ્‍યાન મોટા ભાગના સમયમાં કામ કર્યુ હોય તેની પણ અલગ દર્શાવેલ છે.